ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 20, 2024 2:40 પી એમ(PM) | બેડમિન્ટન

printer

બેડમિન્ટનમાં ચાઇના ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય શટલર માલવિકા બંસોડનો જાપાનની અકાને યામાગુચી સામે પરાજય

બેડમિન્ટનમાં, ચાઇના ઓપનમાં ભારતીય ખેલાડી માલવિકા બંસોડનું શાનદાર પ્રદર્શન આજે સમાપ્ત થયું. બંસોડ વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં બે વખતનાં વિશ્વ વિજેતા જાપાનના અકાને યામાગુચી સામે 10-21, 16-21થી હારી ગયાં હતાં.
સ્પર્ધામાં બંસોડ એકમાત્ર ભારતીય બાકી રહ્યાં હતાં. નાગપુરના ખેલાડીએ ગઈકાલે 16માં રાઉન્ડ ઓફ માં સ્કોટલેન્ડનાં કિર્સ્ટી ગિલમોરને રોમાંચક ત્રણ ગેમના શોડાઉનમાં હરાવીને અદભૂત પ્રદર્શન કર્યું હતું.
અગાઉ, પ્રથમ રાઉન્ડમાં, બંસોડ વિશ્વનાં સાતમા ક્રમાંકિત અને પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ઇન્ડોનેશિયાના ગ્રેગોરિયા તુનજુંગને હરાવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, 43મા ક્રમે રહેલાં માલવિકા બંસોડ સુપર 1000 સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારાં પીવી સિંધુ અને સાઇના નેહવાલ પછી ત્રીજા ભારતીય મહિલા બન્યાં હતાં.