બેડમિન્ટનમાં, 20 વર્ષીય આયુષ શેટ્ટીએ યુએસ ઓપન 2025 જીતીને ઇતિહાસ રચ્યો હતો. આયુષે ફાઇનલમાં કેનેડાના બ્રાયન યાંગ સામે કમાન્ડિંગ 21-18,21-13 જીત હાંસલ કરી. આત્મવિશ્વાસ અને ચોકસાઇ સાથે રમતા, શેટ્ટીએ રમતમાં પ્રભુત્વ જમાવ્યું હતું અને શરૂઆતથી જ કેનેડિયન શટલરને બેકફૂટ પર રાખ્યો હતો. આ ખિતાબ સાથે, શેટ્ટીએ માત્ર પોતાનું બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર ખાતું જ ખોલ્યું નથી, પરંતુ કેનેડા ઓપન 2023 પછી વિદેશી ધરતી પર બીડબ્લ્યુએફ ટૂર પર ભારતને તેનું પ્રથમ પુરુષ સિંગલ્સ ટાઇટલ પણ અપાવ્યું છે.
જોકે, મહિલા સિંગલ્સમાં તન્વી શર્મા ની બેઇવેન ઝાંગ સામે હાર થતા તેણે રનર્સ બની સંતોષ માનવો પડ્યો હતો…જોકે તન્વીએ ટોચની ક્રમાંકિતને જોરદાર લડત આપી હતી.
Site Admin | જૂન 30, 2025 7:51 એ એમ (AM)
બેડમિન્ટનમાં,આયુષ શેટ્ટીએ યુએસ ઓપન 2025 જીતીને ઇતિહાસ રચ્યો
