બેડમિન્ટનમાં ભારતનાં પી.વી. સિંધુ ચાઈના ઑપન 2025માં જાપાનનાં તોમોકા મિયાઝાકીને હરાવી મહિલા સિંગલ્સ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યાં છે. પી.વી. સિંધુએ ચાંગઝૌમાં ચાલી રહેલી સ્પર્ધામાં જાપનના ખેલાડીને 2—1થી મ્હાત આપી. અન્ય એક મહિલા સિંગલ્સ મુકાબલામાં ભારતનાં ઉન્નતિ હુડ્ડાએ સ્કૉટલૅન્ડનાં ક્રિસ્ટી ગિલમોરને બે—શૂન્યથી હરાવ્યાં. આજે પી.વી. સિંધુ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ઉન્નતિ સામે રમશે.
પુરુષ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પણ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેમણે જાપનનાં કેન્યા મિત્સુહાશી અને હિરોકી ઓકામુરાને બે—શૂન્યથી હરાવીને ભવ્ય જીત મેળવી. આજે આ જોડી ઇન્ડોનૅશિયાના લિયો રોલી કાર્નાંડો અને બાગસ મૌલાનાની જોડી સામે રમશે.
Site Admin | જુલાઇ 24, 2025 1:23 પી એમ(PM)
બેડમિન્ટનની ચાઈના ઑપન 2025 સ્પર્ધાની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય ખેલાડી પી. વી. સિંધુ અને ઉન્નતિ હુડ્ડા વચ્ચે મુકાબલો.
