રશિયા સાથેના ગાઢ સંબંધોને કારણે, બેઈજીંગ પર 50 થી 100 ટકા સુધી ટેરિફ લાદવાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની જાહેરાત પર ચીને અમેરિકાની ટીકા કરી છે. શનિવારે સ્લોવેનિયાની રાજધાની લ્યુબ્લીયાનામાં એક પત્રકાર પરિષદમાં, ચીનના વિદેશમંત્રી વાંગ યીએ કહ્યું કે, યુદ્ધ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકતું નથી અને પ્રતિબંધો ફક્ત તેમને જટિલ બનાવશે.
ચીનના વિદેશમંત્રી વાંગ યી યુક્રેન યુદ્ધમાં રશિયાને કથિત સમર્થન આપવા બદલ નાટો દ્વારા ચીન પર ભારે ટેરિફ લાદવાના અમેરિકાના નિર્ણયનો જવાબ આપી રહ્યા હતા અને શાંતિ વાટાઘાટો અને બહુપક્ષીયતા પ્રત્યે ચીનની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરી રહ્યા હતા.
શ્રી વાંગ યીએ કહ્યું કે, ચીન યુદ્ધનું આયોજન અથવા યુદ્ધમાં ભાગ લેતું નથી પરંતુ શાંતિ વાટાઘાટોને પ્રોત્સાહન આપે છે અને વાટાઘાટો દ્વારા મહત્વપૂર્ણ મુદ્દાઓના રાજકીય ઉકેલોને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે, ચીન અને યુરોપે હરીફોને બદલે મિત્ર બનવું જોઈએ અને એકબીજાનો સામનો કરવાને બદલે સહકાર આપવો જોઈએ.
Site Admin | સપ્ટેમ્બર 14, 2025 7:59 પી એમ(PM)
બેઈજીંગ પર વેરો લગાવવાની જાહેરાત અંગે ચીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી
