ક્રિકેટની વિજય હઝારે ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે સૌરાષ્ટ્ર-એ ઉત્તરપ્રદેશને હરાવ્યું. બેંગ્લોરમાં રમાયેલી મૅચમાં ઉત્તરપ્રદેશે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં આઠ વિકેટ ગુમાવી 310 રન બનાવ્યા હતા.
જવાબમાં ભારતે 40 ઑવર એક બૉલમાં ત્રણ વિકેટ ગુમાવી 238 રન કર્યા, પરંતુ મૅચ વચ્ચે વરસાદ થતાં VJD એટલે કે, વિ. જયદેવન પદ્ધતિથી સૌરાષ્ટ્રની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી છે. બીજી તરફ, બે વિકેટ અને 67 રન બનાવનારા સૌરાષ્ટ્રના ખેલાડી પ્રેરક માંકડને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા.
Site Admin | જાન્યુઆરી 12, 2026 7:16 પી એમ(PM)
બેંગ્લોરમાં રમાયેલી વિજય હઝારી ટ્રૉફી ક્રિકેટમાં ઉત્તરપ્રદેશ સામે સૌરાષ્ટ્રનો વિજય