જાન્યુઆરી 16, 2026 8:17 પી એમ(PM)

printer

બેંગ્લુરુમાં રમાઈ રહેલી વિજય હઝારે ક્રિકેટની સેમિ-ફાઈનલમાં પંજાબે સૌરાષ્ટ્રને જીતવા 292 રનનો લક્ષ્યાંક આપ્યો.

ક્રિકેટની વિજય હઝારે ટ્રૉફી સ્પર્ધામાં આજે સૌરાષ્ટ્ર અને પંજાબની ટીમ વચ્ચે સેમિ-ફાઈનલનો બીજો મુકાબલો થઈ રહ્યો છે. બેંગ્લુરુમાં રમાઈ રહેલી મૅચમાં પંજાબની ટીમે પહેલે બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં 291 રન કર્યા છે. ટીમ તરફથી સૌથી વધુ 100 રન અણમોલપ્રીત સિંઘે બનાવ્યા. જ્યારે સુકાની પ્રભસિમરન સિંઘે 87 અને રમણદીપ સિંઘે 42 રનનું યોગદાન આપ્યું હતું. તો, સૌરાષ્ટ્ર તરફથી ચેતન સાકરિયાએ ચાર અને અંકુર પંવાર તથા ચિરાગ જાનીએ બે-બે વિકેટ લીધી છે.
હાલમાં મળતાં અહેવાલ મુજબ, હાર્વિક દેસાઈની આગેવાની હેઠળની સૌરાષ્ટ્રની ટીમે 13 ઑવરમાં વિના વિકેટ ગુમાવી 107 રન કર્યા છે.
આજે વિજયી થનારી ટીમ આ રવિવારે વિદર્ભની ટીમ સાથે ફાઈનલનો મુકાબલો રમશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.