કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને બેંગલુરુના પ્રભારી મંત્રી ડી.કે. શિવકુમારે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે બેંગલુરુના ભાગોમાં પાણી ભરાઈ ગયા છે.. બેંગલુરૂમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.જેના માટે સરકારી તંત્ર, NDRF અને SDRF ટીમો સાથે મળીને પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચોવીસ કલાક કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, બેંગલુરુમાં આ સિઝનમાં સરેરાશ 300 ટકા વધારાનો વરસાદ થયો છે, અને શહેરના પશ્ચિમીઅને દક્ષિણના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા, બ્રુહત બેંગલુરુ મહાનગરા પાલીકે ચીફ કમિશનર તુષાર ગિરિનાથે અધિકારીઓને યેલાહંકામાં ફસાયેલા રહેવાસીઓને બહાર કાઢવા અને તેમને પીવાનું પાણી,દૂધ અને ખોરાક પૂરો પાડવાનો નિર્દેશ આપ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 22, 2024 6:45 પી એમ(PM)
બેંગલુરૂમાં ભારે વરસાદને કારણે સર્જાયેલ સ્થિતિને સામાન્ય બનાવવા માટે સરકારી તંત્ર, NDRF અને SDRF ટીમો કાર્યરત
