ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 2, 2025 8:04 પી એમ(PM)

printer

બેંગલુરુની વિશેષ અદાલતે દુષ્કર્મ કેસમાં પૂર્વ JD(S) સાંસદ પ્રજ્વલ રેવન્નાને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી

એક મહત્વપૂર્ણ ચુકાદામાં, બેંગલુરુમાં સાંસદો/ધારાસભ્યો માટેની વિશેષ અદાલતે દુષ્કર્મ કેસમાં પૂર્વ JD(S) સાંસદ પ્રજ્વલ રેવન્નાને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં અશ્લીલ વીડિયો અને 47 વર્ષીય મહિલા પર બળાત્કારનો સમાવેશ થાય છે. સજા જાહેર કરતા વિશેષ અદાલતના ન્યાયાધીશ સંતોષ ગજાનન ભટે દોષિત પર 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને વારંવાર દુષ્કર્મ અને સત્તાના દુરુપયોગ બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. અદાલતે પીડિતાને 7 લાખ રૂપિયાનો દંડ પણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
અદાલતે ગઈકાલે ચુકાદો આપ્યો હતો જ્યારે આજે સજાની રકમ જાહેર કરવામાં આવી છે. પ્રજ્વલ રેવન્નાને પણ સમાન પ્રકારના ત્રણ વધારાના કેસનો સામનો કરવો પડી રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.