બેંગકોકમાં રમાઈ રહેલી થાઈલેન્ડ બેડમિન્ટન ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતીય ખેલાડીઓ પોતાના મુકાબલા રમશે.પુરુષોના સિંગલ્સમાં થરૂન માનેપલ્લી ડેનમાર્કના એન્ડર્સ એન્ટોનસેન સામે ટકરાશે. મહિલા સિંગલ્સમાં ભારતની ટોચની ખેલાડી માલવિકા બંસોડનો મુકાબલો થાઈલેન્ડની રત્ચાનોક ઇન્ટાનોન સામે થશે. ભારતની ઉન્નતી હુડાનો મુકાબલો થાઈલેન્ડની પોર્નપાવી ચોચુવોંગ સામે થશે અને આકર્ષી કશ્યપનો મુકાબલો થાઈલેન્ડની સુપાનિદા કાટેથોંગ સામે થશે.મહિલા ડબલ્સમાં ભારતની ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી જાપાનની સયાકા હોબારા અને રુઈ હિરોકામીની જોડી સામે રમશે. ભારતીય જોડીએ મલેશિયાની ઓંગ શિન યી અને કાર્મેન ટિંગ સામે 21-15, 21-13થી વિજય મેળવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
Site Admin | મે 15, 2025 9:36 એ એમ (AM)
બેંગકોકમાં રમાઈ રહેલી થાઈલેન્ડ બેડમિન્ટન ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતીય ખેલાડીઓ પોતાના મુકાબલા રમશે
