બેંગકોકમાં ચાલી રહેલી અંડર-19 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે અત્યાર સુધીમાં 12 ચંદ્રકો જીત્યા છે.સ્પર્ધામાં ગઈકાલે પાંચ પુરુષ બોક્સરોએ પોતપોતાના વજન વર્ગમાં જીત સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. શિવમ, મૌસમ સુહાગ, રાહુલ કુંડુ, ગૌરવ અને હેમંત સાંગવાને પ્રભાવશાળી પ્રદર્શન કરીને સાત મહિલા મુક્કેબાજો સાથે અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે.ઉલ્લેખનીય છે કે અંડર-19 અને અંડર-22 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ એકસાથે યોજાઈ રહી છે, અને ભારતે અંડર-22 કેટેગરીમાં પણ 13 ચંદ્રકો મેળવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 8, 2025 8:31 એ એમ (AM)
બેંગકોકમાં ચાલી રહેલી અંડર-19 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે અત્યાર સુધીમાં 12 ચંદ્રકો જીત્યા
