ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 23, 2024 3:31 પી એમ(PM) | #Akashvani AkashvaniNews

printer

બેંક એકાઉન્ટને બદલે માત્ર સાયબર ફ્રોડમાં ટ્રાન્સફર થયેલી રકમ ફ્રીઝ કરવા અંગે નીતિ બનાવનાર ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ બન્યુ

બેંક એકાઉન્ટને બદલે માત્ર સાયબર ફ્રોડમાં ટ્રાન્સફર થયેલી રકમ ફ્રીઝ કરવા અંગે નીતિ બનાવનાર ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ બન્યુ હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું.. સાયબર ક્રાઈમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની પીડા દૂર કરવા ગુજરાત પોલીસની ટીમે માત્ર ૨૦ દિવસમાં ૨ લાખ ૫૮ હજારથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા..
તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૪માં ૮૫ કરોડથી વધુની છેતરપીંડી થઇ હતી, જેમાંથી ૬૬ કરોડ ૧૫ લાખની રકમ રીફંડ કરાવવામાં પોલીસને સફળતા મળી છે. હજુ પણ બાકીની રકમ રીકવર માટે પ્રયત્નો કરી રીકવરી રેટ ૧૦૦ ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક છે તેમ ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું.