બૅન્કિંગ કાયદા સુધારા અધિનિયમ 2025 આવતીકાલથી પહેલી ઑગસ્ટથી લાગુ થશે. તેનો ઉદ્દેશ બૅન્કિંગ ક્ષેત્રમાં શાસન ધોરણોમાં સુધારો લાવવા તથા થાપણદારો અને રોકાણકારો માટે વધુ સારી સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
નાણા મંત્રાલયે જણાવ્યું, આ વર્ષે 15 ઍપ્રિલના રોજ સૂચિત કરાયેલા આ અધિનિયમનો હેતુ જાહેર ક્ષેત્રની બૅન્કોમાં ઑડિટ ગુણવત્તા સુધારવા અને સહકારી બૅન્કોમાં ડિરેક્ટરો એટલે કે, અધ્યક્ષ અને પૂર્ણ-સમયના નિર્દશકો સિવાયનો કાર્યકાળ વધારવાનો છે.
અધિનિયમની જોગવાઈનો ઉદ્દેશ પર્યાપ્ત વ્યાજની મર્યાદા પાંચ લાખ રૂપિયાથી વધારીને બે કરોડ રૂપિયા કરવાનો છે. આ કાયદો વર્ષ 1968થી યથાવત્ રહેલી મર્યાદામાં સુધારો થશે. આ ઉપરાંત આ જોગવાઈ સહકારી બૅન્કમાં નિદેશકના કાર્યકાળને 97-મા બંધારણીય સુધારાને અનુરૂપ બનાવે છે, જેમાં મહત્તમ કાર્યકાળ આઠ વર્ષથી વધારીને 10 વર્ષ કરાયો છે.
Site Admin | જુલાઇ 31, 2025 9:29 એ એમ (AM)
બૅન્કિંગ કાયદા સુધારા અધિનિયમ 2025 આવતીકાલથી લાગુ થશે.
