બૅડમિન્ટનમાં ભારતની ટોચની પુરુષ ડબલ્સ જોડી સાત્વિક-સાઈરાજ રંકી-રેડ્ડી અને ચિરાગ શેટ્ટી સાથે જ; ટોચનાં મહિલા ખેલાડી પી.વી. સિંધુ આજે પૅરિસમાં B.W.F. વિશ્વ ચૅમ્પિયનશીપ 2025ના અંતિમ 16માં પહોંચી ગયાં છે.
નવમાં ક્રમાંક ધરાવતા સાત્વિક—ચિરાગની જોડીએ ચીનના તાઈપેના લિયૂ કુઆન્ગ હૅન્ગ અને યાન્ગ પૉ હાનને 43 મિનિટ સુધી ચાલેલી રમતમાં 22—20, 21—13થી હરાવ્યા. હવે નવી સ્પર્ધામાં તેઓ ચીનના છઠ્ઠા ક્રમાંકના લિયાન્ગ વૅઈ કૅન્ગ અને વાન્ગ ચાન્ગની જોડી સામે રમશે.મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ મલેશિયાનાં કરુપાથેવન લેત્શાનાને 21—19, 21—15થી હરાવ્યાં. પહેલી રમતમાં 12—18થી પાછળ રહ્યાં બાદ સિંધુએ સતત છ પૉઈન્ટ મેળવી પરત ફર્યાં અને મૅચ પર પકડ બનાવી.
Site Admin | ઓગસ્ટ 28, 2025 9:33 એ એમ (AM)
બૅડમિન્ટનમાં ભારતની ટોચની પુરુષ ડબલ્સ જોડી અને મહિલા ખેલાડી આજે પૅરિસમાં B.W.F. વિશ્વ ચૅમ્પિયનશીપ 2025ના અંતિમ 16માં પહોંચ્યાં
