ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 1, 2025 2:29 પી એમ(PM)

printer

બૅડમિન્ટનમાં આજે ઑન્ટારિયોમાં કૅનેડા ઑપન 2025નો આરંભ થશે. આયૂષ શેટ્ટી પુરુષ સિંગલ્સમાં દેશનું નેતૃત્વ કરશે.

બૅડમિન્ટનમાં આજે ઑન્ટારિયોમાં કૅનેડા ઑપન 2025નો આરંભ થશે. આયૂષ શેટ્ટી પુરુષ સિંગલ્સમાં દેશનું નેતૃત્વ કરશે. તાજેતરમાં જ તેમણે અમેરિકી ઑપનમાં પોતાનો પહેલા વર્લ્ડ ટૂર ખિતાબ જીત્યો છે. ક્વાલિફાયર્સમાં કિદામ્બી શ્રીકાંત સાતમા ક્રમાંક પ્રાપ્ત ખેલાડી પ્રિયાંશુ રાજાવત સાથે રમશે. જ્યારે ચિરાગ સેનનો સામનો મલેશિયાના યુજીન એવે સાથે રમશે.
મહિલા સિંગલ્સમાં તાન્યા હેમંત, શ્રીયાંશી, વલીશેટ્ટી અને ઈરા શર્મા કમાન સંભાળશે. મિશ્ર ડબલ્સમાં ભારતના ચંદ્રક જીતવાની સંભાવના પ્રબળ છે. આ મુકાબલામાં ધ્રુવ કપિલા અને તાનિશા ક્રેસ્ટો ટોચના ક્રમાંક પ્રાપ્ત ખેલાડી છે. તેઓ પહેલા રાઉન્ડમાં સ્પેનના રૂબેન ગાર્સિયા અને લૂસિઆ રૉડ્રિગ્સ સામે પોતાના અભિયાનનો આરંભ કરશે.