કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું હોવાના વિપક્ષના આક્ષેપો પર થયેલા હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. સ્થગિત કર્યા બાદ બપોરે 2 વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે સભાપતિએ વિપક્ષી સભ્યો દ્વારા વિવિધ મુદ્દે આપવામાં આવેલી સ્થગિત નોટિસને મંજૂરી આપી ન હતી. વિપક્ષી દળોના સાંસદો શ્રી શાહે તેમની ટિપ્પણી માટે માફી માંગવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે ઘણી દલીલો થઈ હતી. દરમિયાન સભાપતિએ ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દીધી હતી.રાજ્યસભાની કાર્યવાહીમાં પણ સમાન મુદ્દાઓનું વર્ચસ્વ રહ્યું હતું. બપોરે 2 વાગ્યે ગૃહની કાર્યવાહી સ્થગિત કર્યા બાદ જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી સાંસદોએ ગૃહમંત્રી દ્વારા બાબાસાહેબ પર કરેલી ટિપ્પણીના વિરોધમાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.સવારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ, ડીએમકે, રાષ્ટ્રીય જનતા દળ અને અન્ય પક્ષોના સભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રીની ટિપ્પણી પર હોબાળો શરૂ કર્યો.અધ્યક્ષે કહ્યું કે, ભીમરાવ આંબેડકર ખૂબ જ આદરણીય વ્યક્તિત્વ છે અને તેઓ બધા માટે અનુકરણીય છે.
Site Admin | ડિસેમ્બર 18, 2024 7:32 પી એમ(PM)
બી.આર. આંબેડકરના અપમાન મુદ્દે વિપક્ષના હોબાળા બાદ સંસદના બંનેગૃહોની કામગીરી સ્થગિત
