ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોંગ્રેસપર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલે રાજ્યસભામાંતેમના ભાષણ અંગેના તથ્યોને વિકૃત રીતે રજૂ કર્યા હતા.આજે સાંજે નવી દિલ્હીમાં પક્ષના મુખ્યાલય ખાતે પત્રકારોસાથે વાત કરતાં શ્રી શાહે કોંગ્રેસ પર બી.આર. આંબેડકર વિરોધી અને અનામત અને બંધારણની વિરુદ્ધહોવાનો આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે, કટોકટી લાદીને તમામ બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘનકર્યું છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, જ્યારે સંસદ જેવા દેશના સર્વોચ્ચ લોકતાંત્રિકમંચ પર ચર્ચા થાય છે, ત્યારે તે હકીકતો અને સત્ય પર આધારિત હોવી જોઈએ.
Site Admin | ડિસેમ્બર 18, 2024 7:46 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસે રાજ્યસભામાં તેમના ભાષણ અંગેના તથ્યોને વિકૃત રીતે રજૂ કર્યા હતા.
