નવેમ્બર 16, 2025 2:42 પી એમ(PM)

printer

બીજી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો આગામી 8 અને 9 જાન્યુઆરી એ રાજકોટમાં યોજાશે.

બીજી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો આગામી 8 અને 9 જાન્યુઆરી એ રાજકોટમાં યોજાશે. કચ્છ અને સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને યોજાનાર આ પરિષદોથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વિકાસ, રોકાણ અને નવી તકોને પ્રોત્સાહન મળશે. તેમાં કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનાર યોજાશે. રાજકોટ ખાતે યોજાનાર આ પ્રાદેશિક પરિષદો અગાઉ ડિસેમ્બરમાં 11 જિલ્લા-સ્તરીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરાશે.
ઉલ્લેખનીય છે કે, મહેસાણા યોજાયેલી પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3 લાખ 25 હજાર કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે એક હજાર 264 સમજૂતી કરાર- MoU પર હસ્તાક્ષર થયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.