બેનોનીમાં રમાયેલી બીજી પુરુષ અંડર-૧૯ એક દિવસીય મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને આઠ વિકેટથી હરાવ્યું.પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ભારતને ૨૪૬ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ખરાબ હવામાનને કારણે મેચ ૨૭ ઓવર સુધી ઘટાડી દેવામાં આવી.ડકવર્થ-લુઇસ પદ્ધતિનો ઉપયોગ કરીને ભારતને ૧૭૪ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ભારતે ૨૩.૩ ઓવરમાં બે વિકેટે ૧૭૬ રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે ભારત ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ની સરસાઈ મેળવી છે.
Site Admin | જાન્યુઆરી 6, 2026 9:12 એ એમ (AM)
બીજી પુરુષ અંડર-૧૯ એક દિવસીય મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું