ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 8, 2024 2:10 પી એમ(PM) | ટેસ્ટ ક્રિકેટ

printer

બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હાર આપી

બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હાર આપી છે. એડિલેડ ઓવલ ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં યજમાન ટીમે તેની બીજી ઇનિંગમાં ભારતને 175 રનમાં આઉટ કર્યું હતું.
આજે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે 5 વિકેટે 128 રનથી ઈનિંગ ફરી શરૂ કરતા 12.5 ઓવરમાં 47 રનમાં બાકીની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ 42 રન બનાવ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે 5 વિકેટ ઝડપી હતી
આ પહેલા, પ્રથમ બેટિંગ પસંદ કર્યા પછી, ભારત તેની પ્રથમ ઇનિંગમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં, ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 337 રન બનાવ્યા, 157 રનની સરસાઈ કરી જેના કારણે પિન્ક બોલ ટેસ્ટમાં વિજય થયો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચોની શ્રેણીમાં બરાબરી કરી લીધી છે.