ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 5, 2025 2:15 પી એમ(PM)

printer

બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારત બીજી ઇનિંગ એક વિકેટે 64 રનથી આગળ રમશે

બર્મિંગહામના એજબેસ્ટન ખાતે યજમાન ઇંગ્લેન્ડ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારત બીજી ઇનિંગ એક વિકેટે 64 રનથી આગળ રમશે. પ્રથમ ઇનિંગના આધારે ભારતની કુલ લીડ 244 રન થઈ ગઈ છે. મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે કેએલ રાહુલ અને કરુણ નાયર રમતમાં હતા.
અગાઉ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે છ વિકેટ લીધી હતી જ્યારે આકાશ દીપે ચાર વિકેટ લીધી હતી. જેના કારણે ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 407 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઇંગ્લેન્ડ માટે જેમી સ્મિથે 184 રન અને હેરી બ્રુકે 158 રન બનાવ્યા હતા. ભારતે તેમની પ્રથમ ઇનિંગમાં 587 રનનો સ્કોર બનાવ્યો હતો. લીડ્સ ખાતે પ્રથમ મેચ પાંચ વિકેટથી જીતીને ઇંગ્લેન્ડ પાંચ મેચની એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણીમાં 1-0થી આગળ છે.