શૈક્ષણિક વર્ષ 2025 26 માટે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, જીએનએમ, બી ઓપ્ટ્રોમેટ્રિક, બી ઓક્યુપેશનલ થેરાપીઓર્થોટિક્સ સહિતના વિવિધ અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 29 મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન રહેશે.29મી મેથી 11 જૂન સુધી વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિની વેબસાઈટ પરથી ઓનલાઇન પીનની ખરીદી કરી શકશે. 12 જૂન સુધી વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. 31 મેથી 13 જુન સુધી વિદ્યાર્થીઓએ નજીકના હેલ્થ સેન્ટર ખાતે અરજી અને અસલ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે.નર્સિંગ સહિત અલગ અલગ કોર્સના કુલ 51 હજાર થી વધુ બેઠક પર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે.
Site Admin | મે 28, 2025 10:22 એ એમ (AM)
બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના વિવિધ અભ્યાસક્રમ માટે 29 મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે
