બિહાર સરકારે આજે પહેલી ઑગસ્ટથી રાજ્યમાં ગ્રાહકોને 125 યુનિટ સુધીની વીજળી નિઃશુલ્ક આપવાની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી નીતીશકુમારે આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે તેનાથી રાજ્યના એક કરોડ 67 લાખ પરિવારોને લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં આ સ્થાનિક ગ્રાહકોની સંમતિથી તેમની છત પર અને નજીકના જાહેર સ્થળોએ સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે.
શ્રી કુમારે કહ્યું, બિહાર સરકાર ચાલી રહેલી કુટીર જ્યોતિ યોજના હેઠળ અત્યંત ગરીબ પરિવારો માટે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. બાકીના ગ્રાહકો માટે રાજ્ય સરકાર સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવા માટે નાણાકીય સહાય પૂરી પાડશે. આગામી ત્રણ વર્ષમાં બિહારમાં પણ 10 હજાર મેગાવોટ સુધીની સૌર ઊર્જા ઉપલબ્ધ થશે.
Site Admin | જુલાઇ 17, 2025 2:18 પી એમ(PM)
બિહાર સરકારે પહેલી ઑગસ્ટથી રાજ્યમાં ગ્રાહકોને 125 યુનિટ સુધીની નિઃશુલ્ક વીજળી આપવાની જાહેરાત કરી