બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારમાં તેજી આવી છે. NDA અને મહાગઠબંધનના ઘટક પક્ષો એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે અને મતદારોને આકર્ષવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છે.
ગઈકાલે બહાર પાડવામાં આવેલા મહાગઠબંધનના ઢંઢેરાની ટીકા કરતા, ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ પટણામાં કહ્યું કે, લોકોએ NDA સરકારને ટેકો આપવાનો નિર્ણય લીધો છે,
બીજી તરફ, મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર અને RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, ઢંઢેરામાં કરવામાં આવેલી જાહેરાતો પ્રતિજ્ઞા છે. તેમણે કહ્યું કે, મહાગઠબંધનના તમામ ઘટક પક્ષો સાથે મળીને તેને પૂર્ણ કરવા માટે કામ કરશે.
આ જ મતને સમર્થન આપતા, કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલે કહ્યું કે, મહાગઠબંધન તેમના ચૂંટણી ઢંઢેરામાં આપેલા તમામ વચનો પૂરા કરશે. તેમણે ભાજપ પર તેમના ચૂંટણી વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો.
Site Admin | ઓક્ટોબર 29, 2025 3:12 પી એમ(PM)
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારમાં તેજી આવી, રાજકીય પક્ષોનો પરસ્પર આરોપ પ્રત્યારોપનો દોર