બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વિવિધ પક્ષોના વરિષ્ઠ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી પ્રસાદ યાદવે આજે પટનામાં જણાવ્યું હતું કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો પંચાયત રાજ પ્રતિનિધિઓને 50 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવશે. દરમિયાન, ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે NDAની ડબલ-એન્જિન સરકાર જ બિહારને વિકાસના માર્ગ પર લઈ જઈ શકે છે.
મહાગઠબંધન તરફથી રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી પ્રસાદ યાદવ અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીના પ્રમુખ મુકેશ સાહનીએ આજે સીમાંચલ ક્ષેત્રમાં પોતાનો પ્રચાર શરૂ કર્યો. કટિહારના આઝમનગરમાં એક ચૂંટણીસભાને સંબોધતા, તેજસ્વી યાદવે કહ્યું કે જો તેમની સરકાર બનશે તો વક્ફ એક્ટ રદ કરવામાં આવશે. ભાજપે રાષ્ટ્રીય જનતા દળની ચૂંટણી પ્રચાર દરમિયાન વક્ફ એક્ટનો વિરોધ કરવા બદલ આકરી ટીકા કરી છે. ભાજપના નેતા દાનિશ ઇકબાલે કહ્યું કે આનાથી રાષ્ટ્રીય જનતા દળની સાંપ્રદાયિક વિચારસરણીનું સત્ય ખુલ્લું પડી ગયું છે. જનતા દળ યુનાઇટેડ, લોક જનશક્તિ પાર્ટી રામ વિલાસ, રાષ્ટ્રીય લોક મોરચા ઉપરાંત, ડાબેરી પક્ષો, જન સૂરજ પાર્ટી અને અન્ય પક્ષોના નેતાઓ અને સ્ટાર પ્રચારકો પોતપોતાના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભાઓને સંબોધિત કરી રહ્યા છે.
Site Admin | ઓક્ટોબર 26, 2025 7:43 પી એમ(PM)
બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.