બે તબક્કામાં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની ચર્ચા અને અંતિમ સ્વરૂપ આપવા માટે ભાજપ કોર કમિટી આજે નવી દિલ્હીમાં મળશે.
રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) ના સાથી પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને આજે અંતિમ સ્વરૂપ અપાય તેવી અપેક્ષા છે. આ બેઠકની અધ્યક્ષતા પાર્ટી પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા કરશે.
ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કોર કમિટીના સભ્યો સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજરી આપશે. મીડિયા સાથે વાત કરતા, ભાજપ બિહાર પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે જણાવ્યું હતું કે બેઠક વહેંચણી અંગે ઔપચારિક કરાર થઈ ગયો છે અને આજે તેની જાહેરાત કરવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 11, 2025 2:34 પી એમ(PM)
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની ચર્ચા માટે ભાજપ કોર કમિટીની બેઠક નવી દિલ્હીમાં..