બિહાર વિધાનસભા ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી આજે પ્રકાશિત થશે. બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ આ યાદીના આધારે હાથ ધરાશે.
ચૂંટણી પંચ તેને ઓનલાઈન પ્રકાશિત કરશે, અને તે આજે બપોરે તેની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. પ્રસ્તુત છે એક અહેવાલ
વોઇસ કાસ્ટ – કરણ પરમાર
બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયના જણાવ્યા અનુસાર, આજે જાહેર થનારી મતદાર યાદીની નકલો તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ-કમ-જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે ઉપલબ્ધ કરાવવામાં આવશે. અંતિમ યાદી તમામ માન્ય રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના રાજકીય પક્ષોને પણ અપાશે.
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ બાદ, આ વર્ષે પહેલી ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવી હતી. તેમાં 7.24 કરોડથી વધુ મતદારોના નામ શામેલ હતા જેમણે તેમના ગણતરી ફોર્મ સબમિટ કર્યા હતા.
2024ની લોકસભા ચૂંટણીમાં, બિહારમાં મતદારોની સંખ્યા 7.89 કરોડ હતી. SIR અભિયાન દરમિયાન, મૃત્યુ પામેલા, અન્યત્ર સ્થળાંતર થયેલા અથવા ડુપ્લિકેટમાં સૂચિબદ્ધ થયેલા લગભગ 65 લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 30, 2025 2:06 પી એમ(PM)
બિહાર વિધાનસભા ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી આજે પ્રકાશિત થશે
