બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, મહાગઠબંધનના ઘટકો વચ્ચે ખેંચતાણ વધ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રીય જનતા દળ – RJDના નેતા અને મહાગઠબંધન ચૂંટણી સંકલન સમિતિના અધ્યક્ષ તેજસ્વી પ્રસાદ યાદવને આ મડાગાંઠનો ઉકેલ લાવવા વિનંતી કરી છે.પ્રથમ તબક્કામાં મતદાન થનારા અનેક મતવિસ્તારોમાં કોંગ્રેસ, RJD અને ડાબેરી પક્ષોના ઉમેદવારો એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે.
કુટુમ્બા વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજેશ રામ સામે ઉમેદવાર ઉભા રાખવાના RJDના નિર્ણયથી તણાવ વધુ વધ્યો છે.દરમિયાન, RJD એ સત્તાવાર રીતે નામોની જાહેરાત કર્યા વિના ઉમેદવારોને પોતાનું પક્ષ ચિહ્ન ફાળવ્યુ છે જ્યારે CPIએ અનેક મતવિસ્તારોમાં કોંગ્રેસ વિરુદ્ધ ઉમેદવારો ઉભા રાખ્યા છે.RJD એ વૈશાલી અને લાલગંજ મતવિસ્તારમાં પણ કોંગ્રેસ વિરુદ્ધ ઉમેદવારો ઉભા રાખ્યા છે.
ઝારખંડ મુક્તિ મોરચાએ જાહેરાત કરી છે કે તે છ બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી લડશે, જ્યારે ભારતીય સમવેશી પાર્ટી -IIPએ સહરસા અને જમાલપુરમાં ઉમેદવારી નોંધાવી છે.દરમિયાન, આવતીકાલે બીજા તબક્કાની ચૂંટણી માટે નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ છે.આ તબક્કામાં 11 નવેમ્બરે 20 જિલ્લાની 122 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.
Site Admin | ઓક્ટોબર 19, 2025 3:04 પી એમ(PM)
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા,મહાગઠબંધનના ઘટકો વચ્ચે ખેંચતાણ વધી
