ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 15, 2025 9:21 એ એમ (AM)

printer

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ-ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ છે.નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના કાર્યકરોને સંબોધતા શ્રી મોદીએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરીને લોકશાહી અને ચૂંટણી પંચમાં વિશ્વાસ દર્શાવવા બદલ લોકોને અભિનંદન આપ્યા. તેમણે તેને લોકશાહીનો વિજય ગણાવ્યો જે દેશની ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.શ્રી મોદીએ કહ્યું કે મતદારોએ મતદાર યાદીઓના શુદ્ધિકરણને ભારે સમર્થન આપ્યું છે, અને હવે તમામ પક્ષોની ફરજ છે કે તેઓ તેમના કાર્યકરોને મતદાર યાદીઓ શુદ્ધિકરણ માટે સક્રિય કરે. શ્રી મોદીએ મહાગઠબંધન પર તુષ્ટિકરણ અને વિભાજનકારી રાજકારણનો આરોપ લગાવ્યો.પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના નાગરોટા અને ઓડિશાના નુઆપાડાના લોકોનો પણ પેટાચૂંટણીમાં ભાજપની જીત બદલ આભાર માન્યો.દરમિયાન ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે બિહારના લોકોએ જંગલ રાજને બદલે વિકાસને પસંદ કર્યો છે. પાર્ટી અધ્યક્ષે મહાગઠબંધનની ટીકા કરી હતી. શ્રી નડ્ડાએ પાર્ટી કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે સમાજના તમામ વર્ગોના સમર્થનથી NDAનો વિજય શક્ય બન્યો છે.