ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 15, 2025 9:10 એ એમ (AM)

printer

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAએ 202 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ NDA એ 202 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. ચૂંટણી પંચે ગઈકાલે રાત્રે બધી 243 બેઠકોના પરિણામો જાહેર કર્યા.ભારતીય જનતા પાર્ટી 89 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં તેના સાથી પક્ષ, જનતા દળ (યુનાઇટેડ) એ 85 બેઠકો જીતી છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના નેતૃત્વમાં લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) એ 19 બેઠકો જીતી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીના નેતૃત્વમાં હિન્દુસ્તાની આવામ મોરચા (ધર્મનિરપેક્ષ) એ પાંચ બેઠકો જીતી છે, જ્યારે ઉપેન્દ્ર કુશવાહાના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોક મોરચાએ ચાર બેઠકો જીતી છે.નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિંહા, મંત્રીઓ પ્રેમ કુમાર, મહેશ્વર હજારી, સંજય સરાઓગી અને ભાજપના મૈથિલી ઠાકુર NDA ના મુખ્ય વિજેતાઓમાં સામેલ છે.રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વમાં મહાગઠબંધન, ફક્ત 35 બેઠકો જીતી છે. રાષ્ટ્રીય જનતા દળે 25 બેઠકો, કોંગ્રેસે છ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સવાદી-લેનિનવાદી (લિબરેશન) એ બે અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી) અને ભારતીય સંવાદ પાર્ટીએ એક-એક બેઠક જીતી છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ પાંચ બેઠકો, જ્યારે બહુજન સમાજ પાર્ટીએ એક બેઠક જીતી છે.RJD નેતા અને મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ અને CPI-ML લિબરેશનના સંદીપ સૌરવ વિપક્ષ તરફથી મુખ્ય વિજેતાઓમાં સામેલ છે. બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી એક પણ બેઠક મેળવી શકી નથી.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ મહિનાની છઠ્ઠી અને અગિયારમી તારીખ એમ બે તબક્કાની ચૂંટણીમાં 67 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.