નવેમ્બર 14, 2025 8:04 પી એમ(PM)

printer

બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA જીત તરફ આગળ

બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામ મુજબ, 130 પરિણામમાંથી 110 બેઠક NDAના પક્ષમાં ગઈ છે. જ્યારે 15 બેઠક મહાગઠબંધને જીતી છે. ઉપરાંત પાંચ બેઠક અન્ય પક્ષને મળી છે.
અત્યાર સુધી મળતા વલણ અને પરિણામ મુજબ, NDAને 202 બેઠક પર સરસાઈ મળી છે. તેમાં ભારતીય જનતા પાર્ટી 90, જનતા દળ યુનાઈટેડ 84, લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસ 19, હિન્દુસ્તાની અવામ મોરચા – HAM સેક્યુલર પાંચ અને રાષ્ટ્રીય લોક મોરચા – RLM-એ ચાર બેઠક પર સરસાઈ મેળવી છે.
તો, મહાગઠબંધન કુલ 35 બેઠક પર આગળ છે. રાષ્ટ્રીય જનતા દળ 25, કૉન્ગ્રેસ છ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી- ML- લૅનિન લિબરેશન બે, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી એક બેઠક પર આગળ છે. અન્ય ઉમેદવારો છ બેઠક પર આગળ છે. તેમાં ઑલ ઇન્ડિયા મજલિસ એ-ઇત્તેહાદૂલ મુસલમીન – AIMIM 5 બેઠક પર અને બહુજન સમાજ પાર્ટી એક બેઠક પર આગળ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.