બિહાર વિધાનસભા ચૂંટણીમાં નાણાના દૂરઉપયોગને રોકવા ચૂંટણી પંચે રાજ્ય પોલીસ વિભાગ, રાજ્ય આબકારી વિભાગ, આવકવેરા વિભાગ, મહેસૂલ ગુપ્તચર નિયામક, કસ્ટમ્સ અને અમલીકરણ નિયામક સહિતની અમલીકરણ એજન્સીઓને નિર્દેશો જાહેર કર્યા છે.
6 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ, રાજ્યમાં કુલ ₹34 કરોડનો દારૂ, માદક દ્રવ્યો, રોકડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરાઇ છે. ચૂંટણી પંચે જણાવ્યું કે મતદારોને પ્રભાવિત કરવા માટે પૈસાના ઉપયોગ અથવા અન્ય પ્રલોભનોને રોકવા માટે ફ્લાઇંગ સ્ક્વોડ અને સર્વેલન્સ ટીમો 24 કલાક એલર્ટ પર છે.
પંચે જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ સી-વિજિલ એપ દ્વારા ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘન અંગે ફરિયાદ નોંધાવી શકે છે.
Site Admin | ઓક્ટોબર 15, 2025 1:59 પી એમ(PM)
બિહાર વિધાનસભા ચૂંટણીમાં નાણાના દૂરઉપયોગને રોકવા ચૂંટણી પંચે અમલીકરણ એજન્સીઓને નિર્દેશો આપ્યાં
