બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે. બિહારના 38 જિલ્લાઓમાં 46 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી કરવામાં આવશે. બે હજાર 616 ઉમેદવારોનું ભાવી આજે નક્કી થશે.બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદ સિંહ ગુંજીયાલે જણાવ્યું કે મતદાનમાં ઉપયોગમાં લેવાતા EVM અને VVPAT ને ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા હેઠળ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તમામ મતગણતરી કેન્દ્રો પર વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.243 મત વિસ્તારો માટે વિધાનસભા ચૂંટણી માટે મતદાન 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાયું હતું. આ ચૂંટણીમાં, બિહારમાં 1951 પછી અત્યાર સુધીની સૌથી વધુ 67.13 ટકા મતદાન નોંધાયું હતું.
Site Admin | નવેમ્બર 14, 2025 9:17 એ એમ (AM)
બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ – થોડીવારમાં મતગણતરી શરૂ થશે