ઓક્ટોબર 23, 2025 2:05 પી એમ(PM)

printer

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ- તેજસ્વી યાદવ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. બીજા તબક્કામાં 11 નવેમ્બરે 20 જિલ્લાના 122 મતવિસ્તારોમાં મતદાન થશે. દરમિયાન વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. જેડી(યુ) અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપના વરિષ્ઠ નેતાઓ એનડીએ ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે.
બિહારમાં, મહાગઠબંધને રાષ્ટ્રીય જનતા દળ-RJD ના નેતા તેજસ્વી પ્રસાદ યાદવને 2025ની વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કોંગ્રેસના ચૂંટણી નિરીક્ષક અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે પટનામાં આયોજિત સંયુક્ત પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી. આ કાર્યક્રમમાં મહાગઠબંધનના તમામ સાત ઘટક પક્ષોના વડાઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. શ્રી ગેહલોતે એવી પણ જાહેરાત કરી કે જો મહાગઠબંધન સરકાર બનાવે છે, તો વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા મુકેશ સહાનીને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાશે.