ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 23, 2025 7:17 એ એમ (AM)

printer

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. બીજા તબકકમાં 11 નવેમ્બરે વીસ જિલ્લાઓમાં 122 મતવિસ્તારોમાં મતદાન થશે. કૈમુર જિલ્લાના મોહનિયા અનામત મતવિસ્તારમાંથી રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર શ્વેતા સુમનનું અને પશ્ચિમ ચંપારણ જિલ્લાની વાલ્મીકિ નગર વિધાનસભા બેઠક માટે જનસુરાજ પાર્ટીના દૃગનારાયણ પ્રસાદનું ઉમેદવારી પત્ર અમાન્ય જાહેર કરવામાં આવ્યા બાદ રદ કરાયું છે.
દરમિયાન ઝારખંડમાં ઘાટસિલા વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ઘાટસિલા પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી ગઈકાલે પૂર્ણ થઈ હતી. જિલ્લા ચૂંટણી કાર્યાલયના જણાવ્યા અનુસાર, 17 ઉમેદવારોમાંથી 14 ઉમેદવારો માન્ય હોવાનું જાણવા મળ્યું છે.
તે જ રીતે જમ્મુ અને કાશ્મીરના નાગરોટા અને બડગામ વિધાનસભા મતવિસ્તારોમાં વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. નાગરોટા વિધાનસભા મતવિસ્તારમાંથી 10 અને બડગામ બેઠક પરથી 17 ઉમેદવારીપત્રો માન્ય ઠર્યા છે.
ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ આવતીકાલે છે. બંને વિધાનસભા મતવિસ્તારો માટે મતદાન 11 નવેમ્બરે થશે અને મત ગણતરી 14 નવેમ્બરે થશે.