બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં, આવતીકાલે ૧૨૨ મતવિસ્તારો માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે. ૨૦ જિલ્લાઓમાં ફેલાયેલા ૧૨૨ વિધાનસભા મતવિસ્તારોમાં ૧૧ નવેમ્બરે મતદાન યોજાશે.
દરમિયાન, કૈમુર જિલ્લાના મોહનિયા (અનામત) મતવિસ્તારમાં, રાષ્ટ્રીય જનતા દળ (RJD) ઉમેદવાર શ્વેતા સુમનનું નામાંકન પત્ર આજે તેમના અનુસૂચિત જાતિ પ્રમાણપત્રને અમાન્ય જાહેર કરવામાં આવ્યા બાદ રદ કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ ચંપારણ જિલ્લાના વાલ્મીકીનગર વિધાનસભા મતવિસ્તારમાં, જન સૂરજ પાર્ટીના ઉમેદવાર દૃગ નારાયણ પ્રસાદનું નામાંકન પત્ર પણ રદ કરવામાં આવ્યું હતું. કારણ કે તેમણે ઉમેદવારીપત્ર ભરતા પહેલા તેમના સરકારી શિક્ષક પદ પરથી રાજીનામું આપ્યું ન હતું. બીજા તબક્કામાં આ બંને મતવિસ્તારોમાં મતદાન યોજાશે.
Site Admin | ઓક્ટોબર 22, 2025 8:12 પી એમ(PM)
બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં, આવતીકાલે ૧૨૨ મતવિસ્તારો માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ.