બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્રોની ચકાસણી આજે પૂર્ણ થઈ. ઉમેદવારો ગુરુવાર સુધીમાં તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકશે. 20 જિલ્લાના 122 મતવિસ્તારો માટે 2 હજાર 600થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા છે. પ્રથમ તબક્કા માટે મતદાન 6 નવેમ્બરે જ્યારે બીજા તબક્કા માટે મતદાન 11 નવેમ્બરે થશે.
ચકાસણી પ્રક્રિયા દરમિયાન, પૂર્વ ચંપારણ જિલ્લાના સુગૌલી વિધાનસભા મતવિસ્તારમાંથી વિકાસશીલ ઇન્સાન પાર્ટી-VIP ના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ કરાયું. પ્રસ્તાવકોની અપૂરતી સંખ્યાને કારણે VIP ઉમેદવાર શશિ ભૂષણ સિંહનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. NDA તરફથી, લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસ એ રાજેશ કુમાર, ઉર્ફે બબલુ ગુપ્તાને તે જ મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા છે.
Site Admin | ઓક્ટોબર 21, 2025 7:57 પી એમ(PM)
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ.