બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ થશે. બીજા તબક્કામાં 243 બેઠકોમાંથી 122 બેઠકો માટે 11 નવેમ્બરે મતદાન થશે. અત્યાર સુધીમાં, વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા કુલ 1,066 ઉમેદવારીપત્રો દાખલ કરવામાં આવ્યા છે.વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખ છે. 6 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 18 જિલ્લાઓની 121 બેઠકો પર મતદાન થશે. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ તબક્કા માટે 1,375 ઉમેદવારો માન્ય જાહેર થયા છે. તેમાં 147 મહિલા અને 1,248 પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.દરમિયાન ચુંટણી પંચ મુક્ત અને ન્યાય ચુંટણીઓ માટે તમામ તૈયારીઓ કરી રહી છે.
Site Admin | ઓક્ટોબર 20, 2025 9:24 એ એમ (AM)
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ