ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 19, 2025 7:56 પી એમ(PM)

printer

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ૧૨૨ મતવિસ્તારોમાં ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ૧૨૨ મતવિસ્તારોમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે.
દરમિયાન, આવતીકાલે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે, જેમાં ૧૨૧ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે. ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ (યુનાઇટેડ) એ ચૂંટણી પ્રચાર માટે પોતાના સ્ટાર પ્રચારકોને તૈનાત કર્યા છે.
રાજ્યના ૨૦ જિલ્લાઓમાં ૧૨૨ વિધાનસભા મતવિસ્તારોમાં ૧૧ નવેમ્બરે મતદાન થશે. ઉમેદવારો ૨૩ ઓક્ટોબર સુધી પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકશે.
દિવાળી પછી પ્રચાર વધુ તીવ્ર બનવાની ધારણા છે.
બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, પોલીસ અને વિવિધ અમલીકરણ એજન્સીઓ રાજ્યમાં કડક તપાસ કરી રહી છે. ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ત્યારથી, રાજ્યમાં ૨ કરોડ ૭૩ લાખ રૂપિયા રોકડા અને ૨૨ કરોડ રૂપિયાથી વધુ કિંમતનો દારૂનો જથ્થો અને ૧૬.૨૧ કરોડથી વધુ કિંમતના માદક દ્રવ્યોનો જથ્થો તેમજ ૫ કરોડ રૂપિયાથી વધુની કિંમતી ધાતુઓ પણ જપ્ત કરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન, મતદારોને લલચાવવા માટે ૧૨ કરોડ રૂપિયાની કિંમતની ભેટસોગાદો અને મફત વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી હતી.