બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા આજે સમાપ્ત થશે. કુલ 243 બેઠકોમાંથી 121 બેઠકો પર છ નવેમ્બરે મતદાન થશે.ચૂંટણીના પ્રથમ તબક્કામાં પટના, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ અને ભોજપુર જિલ્લાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારી પત્રોની ચકાસણી આવતીકાલે થશે, અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે. બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થશે અને મતગણતરી 14 નવેમ્બરે થશે.
Site Admin | ઓક્ટોબર 17, 2025 9:33 એ એમ (AM)
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા આજે સમાપ્ત થશે
