ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 11, 2025 9:22 એ એમ (AM)

printer

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાનનો પ્રારંભ..

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાનનો પ્રારંભ થયો છે.
આ તબક્કામાં વીસ જિલ્લાઓમના ૧૨૨ મતવિસ્તારોમાં મતદાન થઈ રહ્યંન છે. ૩.૭ કરોડથી વધુ મતદારો ૧૩૬ મહિલાઓ સહિત ૧ હજાર ૩૦૨ ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી કરશે. સવારે ૭ વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે. સુરક્ષા કારણોસર સાત મતવિસ્તારોમાં મતદાન સાંજે ૫ વાગ્યા સુધી ચાલુ રહેશે.
પોલીસ મહાનિર્દેશક વિનય કુમારે જણાવ્યું હતું કે સુરક્ષા કારણોસર, નેપાળ અને ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ સાથેની સરહદો બંધ કરવામાં આવી છે અને તેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. નેપાળમાં જયનગર, મધુબની અને જનકપુર વચ્ચે ચાલતી મૈત્રી એક્સપ્રેસ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી સ્થગિત કરવામાં આવી છે.
ચૂંટણી પંચે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા માટે પટનામાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી ખાતે એક અત્યાધુનિક નિયંત્રણ અને કમાન્ડ સેન્ટર સ્થાપિત કર્યું છે. તમામ વીસ જિલ્લા મુખ્યાલયોમાં નિયંત્રણ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે. મહિલા ચૂંટણી અધિકારીઓ તમામ ૫૯૫ મતદાન મથકોનું સંચાલન કરશે. ૨૨૧ મતદાન મથકો ખાસ તાલીમ પામેલા કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત, ૩૧૬ મોડેલ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો આ મહિનાની ૬ઠ્ઠી તારીખે યોજાયો હતો. જેમાં આશરે ૬૫ ટકા મતદાન નોંધાયું હતું. બંને તબક્કાની મતગણતરી ૧૪ નવેમ્બરે કરાશે.