બિહારમાં, વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે 20 જિલ્લાના 122 મતવિસ્તારોમાં આવતીકાલે મતદાન યોજાશે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તબક્કામાં, ભારત-નેપાળ સરહદ પર સ્થિત મતવિસ્તારો અને સીમાંચલ, મગધ, શાહબાદ, કોસી અને મિથિલાંચલના પ્રદેશોમાં મતદાન થશે.
મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. જોકે, સુરક્ષા કારણોસર, સાત વિધાનસભા મતવિસ્તારો – ચૈનપુર, ગોવિંદપુર, રાજૌલી, જમુઈ, સિકંદરા, ચકાઈ અને ઝાઝા – માં મતદાન સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી જ યોજાશે.
Site Admin | નવેમ્બર 10, 2025 7:59 પી એમ(PM)
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું આવતીકાલે મતદાન