બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઇ છે. 20 જિલ્લાઓના 122 મતવિસ્તારોમાં આવતીકાલે મતદાન થશે. 3 કરોડ 70 લાખથી વધુ મતદારો 1,302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. સુરક્ષા કારણોસર, સાત મતવિસ્તારોમાં મતદાન સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. આ તબક્કા માટે પ્રચાર ગઈકાલે સાંજે સમાપ્ત થયો. પ્રચારના અંતિમ દિવસે, NDA, મહાગઠબંધન અને અન્ય પક્ષોના ટોચના
નેતાઓએ શ્રેણીબદ્ધ ચૂંટણી રેલીઓ અને રોડ શો યોજ્યા.
6 નવેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીના પ્રથમ તબક્કામાં આશરે 65 ટકા મતદાન થયું હતું. મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે.
Site Admin | નવેમ્બર 10, 2025 7:54 એ એમ (AM)
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ – આવતીકાલે મતદાન થશે