બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર પૂર્ણ થઈ ગયો છે. મંગળવારે 20 જિલ્લાઓમાં 122 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. આ બીજા તબક્કામાં 3 કરોડ 70 લાખથી વધુ મતદારો 136 મહિલાઓ સહિત 1,302 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. આજે પ્રચારના અંતિમ દિવસે, NDA, મહાગઠબંધન અને અન્ય પક્ષોના ટોચના નેતાઓએ શ્રેણીબદ્ધ ચૂંટણી રેલીઓ અને રોડ શો યોજ્યા.
Site Admin | નવેમ્બર 9, 2025 7:51 પી એમ(PM)
બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે સાંજે પૂર્ણ થયો