બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને આકર્ષવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીતામઢીમાં એક જાહેર સભાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની NDA સરકારે ફરી એકવાર બિહારના લોકોનો વિશ્વાસ જીતી લીધો છે.
જનતા દળ-યુનાઇટેડના પ્રમુખ અને મુખ્ય પ્રધાન નીતિશ કુમારે રફીગંજ, ઔરંગાબાદ અને ઇમામગંજ અને ગયામાં જાહેર સભાઓને સંબોધિત કરી.
વિકાસ ઇન્સાન પાર્ટીના વડા અને મહાગઠબંધનના નાયબ મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર મુકેશ સાહનીએ કહ્યું કે બિહારના યુવાનો પરિવર્તન ઇચ્છે છે.
Site Admin | નવેમ્બર 8, 2025 7:51 પી એમ(PM)
બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં