બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો. NDA અને મહાગઠબંધનના વરિષ્ઠ નેતાઓ, સ્ટાર પ્રચારકો અને અન્ય પક્ષોના નેતાઓ સતત પ્રવાસ કરી રહ્યા છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઔરંગાબાદમાં જણાવ્યું હતું કે NDA બિહારને વિકસિત રાજ્ય બનાવશે. તેમણે કહ્યું કે બિહારને NDAના પ્રામાણિક ચૂંટણી ઢંઢેરામાં વિશ્વાસ છે. શ્રી મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને RJD ફક્ત અપમાન અને બદનક્ષીની રાજનીતિ કરે છે.
ભાબુઆ રેલીમાં, પ્રધાનમંત્રીએ આરોપ લગાવ્યો કે RJD અને કોંગ્રેસે બિહારના યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે સખત મહેનત કરી, પરંતુ તેમની યોજનાઓ નિષ્ફળ ગઈ.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે NDA એ સત્તામાં પાછા ફર્યા પછી બિહારને પૂરમુક્ત બનાવવા માટે એક અલગ મંત્રાલય બનાવવાનો નિર્ણય લીધો છે.
ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ ગોવિંદગંજ રેલીમાં કહ્યું કે આ ચૂંટણી વિકાસને વેગ આપવા અને સરકારને સ્થિરતા અને શક્તિ પ્રદાન કરવા માટે યોજાઈ રહી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ અમરપુરમાં એક જાહેર સભાને સંબોધન કરતાં કહ્યું કે, આ ચૂંટણી બિહારના ભવિષ્ય વિશે છે. શ્રી ગાંધીએ મતદારોને એવી સરકાર પસંદ કરવા વિનંતી કરી જે તેમના માટે કામ કરે અને જરૂરિયાતના સમયે તેમની સાથે ઉભી રહે.
મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી પ્રસાદ યાદવે પૂર્ણિયા, અરરિયા, ભાગલપુર અને બાંકામાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે NDA નેતાઓ રોજગારના વાસ્તવિક મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ રોહતાસના નોખામાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી
Site Admin | નવેમ્બર 7, 2025 7:44 પી એમ(PM)
બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો