બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન- વોટર વેરિફાઇબલ પેપર ઓડિટ ટ્રેઇલ (EVM-VVPATs)નું પ્રથમ પરીક્ષણ પૂર્ણ થયું છે. ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય અને રાજ્ય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ચકાસણી કરવામાં આવી. મતદાન સંસ્થાએ ઉમેર્યું કે, મતવિસ્તારવાર યાદીઓ તમામ રાષ્ટ્રીય અને રાજ્ય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું કે, આ EVM અને VVPATs રાષ્ટ્રીય અને રાજ્ય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સંબંધિત વિધાનસભા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહિત કરવામાં આવશે. આ યાદી તમામ ચૂંટણી લડતા ઉમેદવારો સમક્ષ પણ રજૂ કરવામાં આવશે
Site Admin | ઓક્ટોબર 14, 2025 7:52 એ એમ (AM)
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે EVM-VVPATsનું પ્રથમ પરીક્ષણ પૂર્ણ
