બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આવતીકાલે 18 જિલ્લાની 121 વિધાનસભા બેઠક માટે મતદાન થશે. સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. પટના, વૈશાલી, નાલંદા, ભોજપુર, મુન્ગેર, સારણ, સીવાન, ગોપાલગંજ, મુઝફ્ફરપુર સહિત 18 જિલ્લાના વિધાનસભા મતવિસ્તારમાં મતદાન થશે. મતદાન પ્રક્રિયાની દેખરેખ માટે તમામ 45 હજાર 341 મતદાન કેન્દ્રથી વૅબકાસ્ટીંગ પણ કરાશે.
બિહાર ચૂંટણીથી મોબાઈલ જમા વ્યવસ્થા જેવી અનેક મતદાર કેન્દ્રીત સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી રહી છે. સલામતીના કારણોસર સિમરી બખ્તિયારપુર, મહિષી, તારાપુર, મુંગેર, જમાલપુર અને સૂર્યગઢા વિધાનસભા મતવિસ્તારના 56 મતદાન કેન્દ્ર પર મતદાનનો સમય સાંજે પાંચ વાગ્યા સુધીનો જ રખાયો છે. આ તબક્કામાં ત્રણ કરોડ 75 લાખથી વધુ મતદારો 122 મહિલા ઉમેદવાર સહિત એક હજાર 314 ઉમેદવારના ભાવિનો નિર્ણય કરશે.
Site Admin | નવેમ્બર 5, 2025 7:40 પી એમ(PM)
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા હેઠળ 18 જિલ્લામાં આવતીકાલે મતદાન – એક હજાર 314 ઉમેદવારો મેદાનમાં