નવેમ્બર 3, 2025 8:08 પી એમ(PM)

printer

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટેનો પ્રચાર ચરમસીમાએ

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટેનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA અને મહાગઠબંધન બંનેના સ્ટાર પ્રચારક તથા વરિષ્ઠ નેતા વિવિધ મતવિસ્તારમાં અનેક ચૂંટણીસભા અને રેલીઓ યોજી રહ્યા છે.
પહેલા તબક્કાનો ચૂંટણી પ્રચાર આવતીકાલે સાંજે પૂર્ણ થશે. આ તબક્કામાં છ નવેમ્બરે 18 જિલ્લાની 121 વિધાનસભા બેઠક પર મતદાન થશે. દરમિયાન બીજા તબક્કાના મતદાન માટેના પ્રચારે પણ વેગ પકડ્યો છે