બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ- NDA અને મહાગઠબંધન બંનેના સ્ટાર પ્રચારકોએ તેમના પ્રચારને તેજ બનાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખગરિયામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. તેઓ મુંગેર અને નાલંદા જિલ્લામાં પણ રેલીઓ કરવાના છે. આ દરમિયાન, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી પ્રસાદ યાદવની ખગરિયામાં જાહેર સભા મુલતવી રાખવામાં આવી છે. પટણામાં પત્રકારો સાથે વાત કરતા, શ્રી યાદવે ભારતીય જનતા પાર્ટી પર નકારાત્મક રાજકારણમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે NDA સરકાર રોજગાર, ઔદ્યોગિક વિકાસ અને સ્થળાંતર જેવા મુદ્દાઓનો નિકાલ લાવવામાં નિષ્ફળ ગઈ છે. જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે આરોપ લગાવ્યો કે NDA અને મહાગઠબંધન બંને લોકોની આકાંક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ ગયા છે.
Site Admin | ઓક્ટોબર 25, 2025 7:40 પી એમ(PM)
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોએ પ્રચારને તેજ બનાવ્યો