ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 10, 2025 1:46 પી એમ(PM)

printer

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ સાથે 121 વિધાનસભા મતવિસ્તારો માટે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી પંચે નામાંકન કેન્દ્રોની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ સૂચનાઓ જારી કરી છે. ઉમેદવાર સાથે પ્રસ્તાવક સહિત ફક્ત ત્રણ વાહનો અને વધુમાં વધુ પાંચ વ્યક્તિઓને જ જવાની મંજૂરી અપાશે. સમગ્ર નામાંકન પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરાશે.
પ્રથમ તબક્કામાં, પટના, દરભંગા, મધેપુરા, સહરસા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, લખીસરાય, મુંગેર, શેખપુરા, નાલંદા, બક્સર અને ભોજપુર સહિત ઉત્તર અને દક્ષિણ બિહારના જિલ્લાઓમાં ૬ઠ્ઠી નવેમ્બરે મતદાન યોજાશે.
ઉમેદવારો 17 ઑક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરી શકે છે. ઉમેદવારી પત્રોની ચકાસણી બીજા દિવસે કરાશે અને પરત ખેંચવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.